જોયા છે સમંદર ઘૂઘવતા નયનમાં.
જોયા છે ધુરંધર છલકતા નયનમાં.
ખ્વાબોની દુનિયા લૈ લોચન બેઠાંને,
જોયા છે પુરંદર હરખતા નયનમાં.
વાત અંતરની એ કહીને જ જંપતા,
જોયા છે મુકંદર સમજતા નયનમાં.
વહાવી અશ્રુઓને પછી એ વિરમતા,
જોયા છે સિકંદર પરખતા નયનમાં.
શું કહેવું કરીને વળી શબ્દવિન્યાસે?
જોયા છે નિરંતર વરસતા નયનમાં.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.