ઓય સાંભળ ને
જીંદગી ને આમ એકલા તો જીવાય જ છે
પણ મારે તો તારી સાથે એને માણવી છે
વરસાદ મા એકલા તો પલડાય જ છે
પણ મારે તો તારી સાથે એમા ભીંજાવું છે
હર કોઈ પરિસ્થિતિ મા એકલા તો હસી જ લેવાય છે
પણ મારે તો તારી સાથે રડવું છે
આખો દિવસ એકલા દોડાદોડી કરી ને સવાર થી સાંજ તો પડી જ જાય છે
પણ મારે તો તારી સાથે રાત ની ચાંદની મા રોકાઈ જવું છે
ઇશ્ક ના દરીયામા કિનારે આમ એકલા તો તરાય જ છે
પણ મારે તો તારી સાથે એમા ડુબવુ છે
હોય ભલે પથ્થર દિલ તું
પણ મારે તો એ તારા દિલ માં સમાવવું છે