જિંદગીની સફર ચાલુ થવાની તૈયારી હતી. મારી પત્ની અત્યારે પ્રેગ્નેન્ટ છે અને હવે જે બાળક અમારી જિંદગીમાં આવશે તેના આગમનથી અમારી જિંદગી બદલાઈ જવાની છે.
મને નથી ખબર કે જે આવશે તે બેબી boy હશે કે બેબી girl પરંતુ હજી તે આ દુનિયામાં પણ નથી આવ્યું છતાં હુ અત્યારે તેના માટે કાઈ પણ કરી શકું એમ છું.
મારી જિંદગીમાં અત્યાર સુધીમાં ઘણા બધા ઉતાર-ચડાવ આવ્યા છે. અહીં સુધી પહોંચવા માટે મારે ખુબ જ સંઘર્ષ કરવો પડ્યો છે અને તેના માટે મારી સાથે સાથે મારા માતા-પિતાએ પણ ઘણી બધી મહેનત કરી છે.
જયારે હુ ૧૧-૧૨ સાયન્સમા ભણતો ત્યારે મે જે દિવસો જોયા છે તે હુ ક્યારેય નહી ભૂલી શકું. ત્યારે હુ હોસ્ટેલમાં રહીને ભણતો, એવી હોસ્ટેલ કે જ્યા જમવા માટે જાતે રાંધવું પડતું. શરૂઆતમાં મને રાંધતા નહોતું આવડતુ. જે નવા નવા દોસ્તો સાથે રાંધતો તેઓ જો હુ રાંધવામાં મદદ કરું તો જ મારું જમવાનું બનાવતા.
સવારે વહેલા ઉઠીને મારે physics, chem અને biology નું ટ્યૂશન હોય જ્યાંથી હુ 9:00 વાગ્યે ફ્રી થાવ. 10:00 વાગ્યાની સ્કૂલ હતી. ટ્યૂશનથી આવું ત્યારે જમવાનું રાંધવા માટે ટાઈમ નહોતો બચતો, એટલે આવીને તરત જ સ્કૂલ ચાલ્યો જતો. ત્યાંથી 5:00 વાગ્યે રજા થાય પછી હોસ્ટેલ આવીને રાંધવા બેસી જતા. સ્કૂલથી આવ્યા પછી ગજબની ભૂખ લાગતી એટલે તે એક સમય હુ સારી રીતે પેટ ભરીને જમતો.
ભણવામાં ને ભણવામાં આવી રીતે જ મે મારી જિંદગીની સંઘર્ષ ભરી સફર ચાલુ કરી હતી. અત્યારે તો હુ એક successful ડોક્ટર બની ગયો છું.
લગ્ન કર્યા પછી હવે અમારી જિંદગીમાં એક કિલકારી ગુંજવાની છે જેના જીવન માટે હવે મારે બાકીની જિંદગી જીવવાની છે. પરંતુ એવુ લાગી રહ્યું છે કે કદાચ હવે જ મારી જિંદગીની સાચી સફર ચાલુ થઈ છે.
લગ્ન પછીનું જીવન થોડુંક તણાવ ભર્યું હતું પરંતુ ધીમે ધીમે બધું બરાબર થઈ જતું. હવે તો અમારા ઘરે બેબી આવવાનું છે જે અમારી જિંદગીની સફર અને જીવવાની રીત બધું જ બદલી નાખશે.
મે એના જીવનની સફરની શરૂઆતથી માંડીને તેનો અભ્યાસ અને તેના લગ્ન સુધીની બધી જ તૈયારીઓ કરી રાખી છે. મારા બાળપણ માં જે તકલીફો મારે વેઠવી પડી હતી તેવી કોઈપણ તકલીફ મારા બાળકને ન વેઠવી પડે, મેં એની તૈયારી કરી રાખી છે.
મારા આવનાર બાળકના જીવનની સફર તે સારી રીતે પાર કરી શકે તેના માટે હુ પુરી રીતે તૈયાર છું. કદાચ આ બાળક જ મારી જિંદગીની સફર ની એકમાત્ર મંજિલ બનશે.
thanks..