(શિખરીણી)
નિશા હો કે પ્રભાત મધુ છલકાતા ગગનની
મહારાણી આ ભૂમિ સુંદર નવી નાર લાગતી
કદી આવી ભૂમિ ઉપર બીજ નાના કર વડે
ડુબાવી રોપતા સમય પલટે છોડ બનતા
બીજને રોપ્યા બાદ દિન વરસાદી પથરાતા
જીણો જીણો આ મેઘ બીજ પર પાણી પછાડતો
પ્રકાશ સૂર્યનો બીજ પરનું પોચું પડ એવુ
તપાવીને તોડી બીજ અંકુર ઉઘાડતો વળી
ધીમે ધીમે વાઈ પવન બીજના એ અંકુરને
ઊંચે ખેંચી લાવ્યો, તળ ઉપર સૌ છોડ દિસતા