ઝાપટું આવ્યું,
અચાનક યાદનું,
ઠેઠ ભીતર સુધી,
પલળી ગયો હું.
વાદળની બુંદોએ તો,
માટી ને મહેંકતી કરી દીધી,
પણ દિલની યાદો એ તો
પાંપણો ને વહેતી કરી દીધી.
પૂછશે ઘરે કે
કેમ પલળ્યા હતા?
કહીશું રસ્તા માં
ભાઇબંધ મળ્યા હતા.
💐વહાલાં મિત્રો ને અર્પણ💐
રચનાકાર:અનામી
તાત્પર્ય: આ રચના માં એક સાથે બે પરિસ્થિતિ વર્ણવી છે.વર્ષાઋતુમાં જેમ અચાનક વરસાદી ઝાપટું આવે અને પલળી જવાય છે.વાદળ ની બુંદો વરસાદ રુપે વરસી માટી ને મહેંકતી કરી દે છે.તેવી જ રીતે અચાનક વરસાદી ઝાપટા ની જેમ માનસપટલ પર મિત્ર કે પ્રિયજનની યાદ અચાનક ઉભરી આવે છે; જે મન ને છેક ઊંડે -અંદર સુધી સ્નેહભીના કરી મુકે છે.વાદળની બુંદો જેમ માટી ને મહેંકતી કરી દે છે તેવી જ રીતે પ્રિયજનો /મિત્રો ની યાદ રુપી ઝાપટું આપણા મનને ભીતર માં સ્નેહ ભીના કરી મુકે છે. દિલમાં ઉભરતી પ્રિયજન ની યાદ માં આંખ અશ્રુભીની થઇ જાય છે અને પાંપણોમાં થી વહેતી અશ્રુધારા પાંપણો ને ભીંજવી દે છે.
વરસાદ માં પલળીને ઘરે પહોંચતા ઘરના પ્રશ્ર્ન કરે કે કેમ પલળ્યા હતા? તો કહીશું ભાઇબંધ મળ્યા હતા. અહીં આ ઉત્તર દ્વીઅર્થી છે કે રસ્તામાં ભાઇબંધને મળવા ઉભા રહેતા અચાનક વરસાદી ઝાપટું આવતાં પલળી જવાય છે તેમ ભાઈબંધ કે પ્રિયજન ની અચાનક ઉભરી આવતી યાદ પણ મન ને ભીતર માં ભીંજવી દે છે.
ભાવાર્થ અને પ્રસ્તુતિ: ડો .ભૈરવસિંહ રાઓલ