કોરોનાએ તો બધાને જીવનમાં નહીં જોયા એવાં દિવસ બતાવ્યા છે,
આઈ. સી . યુ. ની મુલાાકત નહીં કરી હોય એ ને પણ ઘણાં દોડાવ્યા છે..
ચાર કે પાંચ દિવસ પણ કેમ રહેવાય એ તો જેને અનુભવ હોય એને ખબર,
વેન્ટિલેટર પર ઉછીના શ્વાસ વાટે જીવન મરણ વચ્ચે ઝઝુમતા જોયા છે.....
કઈ ક્ષણ જીવન ની છેલ્લી હોય એની જરાય પણ ખબર ન પડે કોઈને,
અર્ધજાગૃત અવસ્થામાં પણ સ્નેહીજનોને જોવાની આશમાં તડપ્યા છે...
આઈ સી યુ માં મળવા તો સમય હોય ત્યારે જવાય કોઈનાથી પણ,
બહાર બેસીને સારા સમાચાર સાંભળવાની ઈચ્છાએ પ્રાર્થના કરતાં જોયા છે..
કોઈ સારા પાછા આવે ને કોઈ દુર ચાલ્યા જાય છે બધું છોડીને,
આઈ સી યુ.એ તો ભલભલા હિંમત વાળા પણ રડાવ્યા છે...
ભગવાન કરે કે આવાં દિવસો કોઈને નહીં જોવા મળે ક્યારે પણ,.
આઈ સી યુ માં કેટકેટલા સારા વ્યક્તિના શ્વાસ ને ખૂટતાં જોયા છે...
-Bhargav Jagad