માટી તણું સગપણ રાખવું,
વાતમાં થોડું ગળપણ રાખવું!
ઉંમર થાય તો ભલે થાય,
મનથી આઘું ઘડપણ રાખવું!
જીવવાની આવશે તો મજા,
મનમાં એકાદ વળગણ રાખવું!
કરો ટીકા બીજાની તો ભલે,
સામે ચોક્કસ દર્પણ રાખવું!
લો મદદ કોઈની જિંદગીમાં કદી,
એનું સદાય ઋણ પણ રાખવું!
મળે સિદ્ધિ તે નિયતિનો ખેલ,
ગુમાન કદી ના સહેજ પણ રાખવું!