Gujarati Quote in Blog by Damyanti Ashani

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એમ થતું કે હવે સ્પીડ બ્રેકર દેખાશે એટલે હું ગાડી ધીમી કરીશ. પણ, એવું થાય એનાં પહેલાં તો ટર્નિંગ પોઈન્ટ આવી જાય! એટલે સીધી જતી ગાડીને કોઈ અજાણ્યા વળાંક પર વળી જવું પડે.

ત્યારે વિચારોનેય મૂંઝારો થવા લાગતો. હવે 'ઝાઝી ગઈને થોડી રહી' એવો ઝબકારો મનમાં ઝબકી જતો પાછો! આવા ઝબકારા મનમાં થયા કરતા ને એમ કરતાંકરતાં નવો આવેલો અજાણ્યો વળાંક કોઠે પડતો ગયો. એનાથી જે મૂંઝારા થતા'તા એનુંયે આયખું કેટલુંક હોય!? પછી તો અંદર કશુંક સોઢ તાણીને સૂતેલું હોય એ ઊઠીને મનેય જગાડતું!

કેટલાય વિષયો ઝબકારે થતા અનુભવથી જ ભણી લીધા! માનો કે ન માનો આ ભણેલું ભણતર જ સમય આવ્યે સાચું ઘડતર લાગ્યું. એ ઘડતરે જ જાતને મઠારી. હવે સ્પીડ બ્રેકર આવે ન આવે કોઈ ફરક પડતો નથી. સમયોચિત ટર્ન લેવાની કોઠાસૂઝ કોઠે પડી ગઈ છે.

પહેલાં તો હાય રે! આપણે આમ કરીશું તો લોકો શું કહેશે? (બહુ આદર્શવાદી તેમાં!) એવું વિચારીને પોતાનાં મનની તો મનમાં જ રહી જતી. મતલબ કે જે પણ હોય બધું હજમ કરવાની માની લીધેલી સમજણમાં જ અપચો થઈ જતો.

હવે સમય સાથે અંતરજગતે પોતાની મેળે યુ ટર્ન લઈ લીધો છે. લોકાપવાદ ક્યાંય એટલે ક્યાંય નડતો નથી. જો આપણે કાઠાં થઈ જઈએ. "કડવા ઘૂંટડો કેમેય ગળેથી હેઠો ન ઉતરે, ત્યારે સ્વ સંવાદ કરવો કે હે જીવ! હવે યુ ટર્ન લેવાનો પડાવ આવી ગયો. ગળે અટકેલ ઘૂંટનું વમન કર એટલે તબિયત સુધરશે!"

આવા વિચાર આવે બોલો?

देर आए दुरस्त आए! 🍹

~Damyanti Ashani

Gujarati Blog by Damyanti Ashani : 111813063
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now