ચમન મારા દેશનો કોણે સળગાવ્યો છે?
શાંત હતો, કોને હાહાકાર મચાવ્યો છે?
લડીને મરી જશો કોઈ ફરક નહિ પડે તેને,
લગાવી છે આ આગ ભાઈચારમાં જેને.
રક્તથી રંજિત ઝંડો તેમને ઉઠાવ્યો છે?
એક ભાષણ પર લોકો લડી મરી રહ્યા છે,
પ્રજાના રક્તનો જામ નેતાઓ ભરી રહ્યા છે.
આ જાતિવાદનો પ્યાલો કોને પીવડાવ્યો છે?
હું પટેલ, તું ક્ષત્રિય અને પેલો રહ્યો બનિયો,
ક્યારેય જાત છોડી તું હિન્દુસ્તાની બનીયો?
તમારા આ ઝઘડામાં જોવો કોણ ફાવ્યો છે?
મંદિર જાઉં તો માર પડે, કારણ કે જાત નડે,
ધર્મના નામે ધતિંગ કરે ખુલ્લા પૈસા ખખડે.
મનોજ જાતભેદનો ચિલ્લો કોણે બનાવ્યો છે?
મનોજ સંતોકી માનસ