આજનો માણસ...😐
વૈતાલ હજીય વડલે ઊંધો લટકે છે,
વિક્રમ રાજા પુસ્તકના પાને ભટકે છે.
રીંછ સોટી લઈને જંગલમાં ભટકે છે.
સિંહ રાણાને મધમાખીઓ ચટકે છે.
કાચબો રેસમાં રોકેટની જેમ છટકે છે,
સસલો હજીય ઉંઘમાં રસ્તે અટકે છે.
બે બિલાડીઓ રોટલા માટે લડે છે,
એક વાંદરો આવી રોટલાને બટકે છે.
એક કબૂતર કીડીનો જીવ બચાવે છે,
કીડી એને બચાવવા પારધીના પગે ચટકે છે.
આ બધી વાર્તાઓ પુસ્તકમાં લટકે છે,
આજનો માણસ મોબાઈલમા અટકે છે..!!!
*સંકલન - માવજી પરમાર*✍️....