ચાલો થોડુંક વિચારીએ આજે
માતાની સાથે જોડાયેલી, કપાઈ જાય છે જેમ જન્મતાજ શિશુની નાભિ,
થાય છે એવીજ હાલત, જ્યારે થઈ જાય છે ભાઈ વિદાય અને રહી જાય છે એકલી, ભાઈ વિનાની ભાભી.
સ્નેહી સંબંધીઓ, ગભરાય છે યા કતરાય છે; જુવે છે જમણી બાજુ જો ભૂલેથી દેખાઇ જાય ભાભી, ડાભે
માનવ કેટલો સ્વાર્થી થઈ શકે છે, કેટલો જલ્દી બદલાઈ જાય છે; શું તું આં દૃશ્યો જુવે છે, બેસી આભે?
રિષતાઓ ભુલાવી બેસે છે લોકો કેટલી સહજતાથી, સરળતાથી; કાઈ રહ્યું નથી, બોલું શું હું હવે આગળ
જઝબાત છે દબાવી રાખેલા, પણ આંસુ બની, ઉમટી પડે છે કયારેક ક્યારેક; ભલે દેખાય બહારથી કોરું, આં કાગળ.
માનવને સહારાની જ્યારે સૌથી વધારે જરૂર હોય છે, ત્યારે ખાલી તમારો હાથ મુકજો એને ખભે
તમારી સલાહની એને જરૂરત નથી જરાયે; સલાહ તો હોય છે મફત, માનવોના લબે લબે.
બે બોલ એવા બોલીએ, કે શાંતિ મળે એ દુઃખી સ્વજનોને, પીડા એમની ઘટે થોડી
આં બાબતે, ચાલો થોડુંક વિચારીએ આજે; તમને બધાંને, વિનંતી કરું છું હું, કર જોડી
Armin Dutia Motashaw