એ તારી મહેંદીની ખુશ્બુ,
એ તારી હોઠોની લાલી,
એ તારી આંખોની કાતિલ નજર ક્યાંથી લાવું...
એ તારી વાળની લટ,
એ તારા કાનના ઝુમખા,
એ તારા ચહેરાની મુસ્કાન જોવા નજર કયાંથી લાવું....
એ તારા હાથના કંગન,
એ તારા પગના પાયલ,
એ તારા સ્વરની મીઠાશ નિહાળવા નજર કયાંથી લાવું....
એ તારી કામણગારી નજર,
એ તારો સ્નેહભર્યો સ્પર્શ,
એ તારી ઈશારાની ભાષા સમજવા નજર કયાંથી લાવું....
-Bhargav Jagad