ઘણી વખતે રીટાને એવું લાગે કે દરેક વખતે આપણે જ સમાધાન કરવાનું .શું હું એક સ્ત્રી છું એટલે બધા કહે તેમ મારે કરવાનું શું મારા સ્વપ્નાઓ રોળાઈ જશે?
રીટાએ પોતાની જાતને સવાલ કર્યો હું શું કામ લોકોથી હારી જાઉં છું.કુદરતે મને ખુશીઓ માણવા મોકલી છે.તો શા માટે હું વર્તમાન બગાડી રહી છું.
ફરી અંદરથી સવાલ ઉઠ્યો પણ તને કોઈ સમજતું નથી.તારી સાથે કોઈ ચાલનાર નથી તું તારી જાતને કેવી રીતે સફળતા અપાવીશ.
રીટા ચાલતી અને વિચાર કરતી હતી ત્યાં એક કથા ચાલતી હતી તેના શબ્દો સાંભળી એનામાં નવી તાજગી આવી ગયી. કથામાં મહારાજે વાંચ્યું કે તમે જેવા છો એવા જ રહો કોઈ તમારા માં બદલાવ લાવવાનો પ્રયત્ન કરે તો ક્યારેય પણ લાવશો નહીં જિંદગી તમારી છે અને તમારે તમારી જિંદગીને સફળતાના શિખરે લઈ જવાની છે લોકોની વાતોને યાદ કરવી નહીં કુદરતે તમને આ ધરતી પર સારા કર્મ કરવા માટે મોકલ્યા છે કોઇની નિંદા કરવી નહીં સારા કર્મ કરવા હંમેશાં સત્યના માર્ગે ચાલવું.
રીટા ને સમજાયું સાચી વાત છે જિંદગી મારી છે તો લોકોને શું પંચાત કેમ કરતા રીટાએ પોતાના જીવનનો નવો વળાંક લાવવાનો વિચાર કર્યો.