હું તો સ્વાર્થી છું ,હશે તારી સાથે કોઈ ઋણાનુબંધન ,
એટલે તો મિત્રતાના સંબંધમાં આપણું બંધન બંધાયું ..
હું તો થોડો નાસમજ ,થોડો ખરાબ ને સારો ને થોડો નાદાન પણ છું ,
જેવો છે એવો તે સ્વીકાર કર્યો એટલે આપણું બંધન અતુટ થયું...
ન હતી પહેલાં કંઈક ખાસ ઓળખાણ આપણને એકબીજાની,
થોડી વાતચીત ને થોડો વિશ્વાસ થયો એટલે દોસ્તીનું બંધન બંધાયું....
દરરોજ લડાઈ પણ થાય ને થોડી વારમાં શાંત પણ થઈ જવાય,
એકબીજાની આદતોને વાતને સમજ્યા એટલે આ બંધન ખાસ બન્યું....
કંઈ પણ અપેક્ષા વગર સંબંધ નિભાવી શકાય એ છે મિત્રતા,
જાત પાતના ભેદભાવ વગર આપણી દોસ્તીનું બંધન બન્યું....
આ અનોખું બંધનનો અંત કેવી રીતે આવશે એ તો કૃષ્ણને ખબર,
કૃષ્ણે જ મળાવ્યા છે ને એને જ મિત્રતાનું બંધન બનાવ્યું....
-Bhargav Jagad