તું મારી ડાયરી,,,
તું મારી ડાયરી મારી હમસફર,
મારી પલે પલની સાક્ષી રહી
મને હર પલ જીવાડતી રહી,
સાચા અર્થમાં તું મારી જિંદગી,
મારી ક્ષણે-ક્ષણની બંદગી,
જ્યારે મારા દિલની વ્યથા,
તને માંડીને કહું કથા,
ત્યારે તું કાન દઈને સાંભળતી,
મારી એક એક વાતની નોંધ રાખતી,
કદી નહીં મારાથી નારાજ થતી,
ના કદી મો ફેરવતી, તું મારી જિંદગી,
મારા જીવનના દરેક રાઝ છુપાવતી,
મારા હૈયા ને હળવું બનાવતી,
તું એકમાત્ર મારી સાચી સાથીદાર,
છો મારા જીવનના સુખદુઃખની ભાગીદાર.
રડું તો પણ તું મને દિલાસો આપતી,
મારી કલમને હર સમય સહારો આપતી,
તારી ને મારી પ્રીત છે પુરાની,
નાતો કંઈ આજનો નથી વર્ષોની છે જુબાની.
તું મારી ડાયરી હમસફર.
✍️...© drdhbhatt...