તારી યાદમાં
એક ઉમ્ર હતી એવી ન કોઈની બીક હતી,
વસંતની મોસમ કેવી પ્રેમને ઝંખતી હતી.
સામે શરમથી નજર ઝુકાવીને આવતી હતી,
હોંઠ ન બોલાતી છતાં આંખોથી કહેતી હતી.
મનના તાર છેડી એ સંગીત કંઈક છેડતી હતી,
હદયમાં બીજી છે કોઈ પાછી એ પૂછતી હતી.
દિલમાં આવી સરીતા સાગરની જેમ ભળતી હતી,
હંમેશા યાદમાં મારી એ રસ્તે રાહ જોતી હતી.
જોઈને સામે મને એ હરખનાં આંસુ પાડતી હતી,
પાછી જઈ બારણે એ વળી ખબર પૂછતી હતી.
નર