મારા ગયા પછી બસ મારી યાદ રહી જશે;
કેમ ના મળ્યા એને? તારી ફરિયાદ રહી જશે;
મૌન તોડી કરવો હોય તો કરીલે વાદ વિવાદ,
પછી તો તારા હોઠે ફક્ત સંવાદ રહી જશે;
ધડકે છે દિલ આજ પણ તારા નામે એ દોસ્ત,
સાંભળ પછી દિલમાં ના કોઈ નાદ રહી જશે;
વસાવ્યો નજરમાં કે ઉતાર્યો હોય નજરથી,
હર એક ચિત્રમાં મારો અપવાદ રહી જશે;
ભૂંસાય તો ભૂંસી લેજે દિલથી મારી યાદોને,
થઈ જઈશ હેરાન ભૂલેચૂકે એકાદ રહી જશે;
ઓઢીને કફન જો પોઢી ગયો એકવાર "વ્યોમ"
તો, આંખોમાં તારી દોસ્ત અવસાદ રહી જશે;
...©વિનોદ.મો.સોલંકી"વ્યોમ"
GETCO (GEB)
મુ. રાપર, હાલ - આદિપુર (કચ્છ)