જવાબદારી નો ડર
પ્રતીક:- હવે ક્યાં સુધી આમજ ચાલતું રહેશે આયુષિ? કોલેજ પુરી થઈ એને એને પણ ચાર વર્ષ થવા આવ્યા. આપડે સેટ થવા મંડ્યા તો પછી હજી કઈ વાત ને લઈને ખચકાટ છે તને?
આયુષિ:- હજી મારે મારી રીતે ઘણું આગળ વધવું છે, હું અત્યારે કોઈ પણ જાતની જવાબદારી લેવા નથી માંગતી. તને ખબર જ હતી પહેલા, મારુ વર્ક મારા માટે કેટલું ઈમ્પોર્ટન્ટ છે એ.
પ્રતીક:- મને પુરે પૂરું યાદ જ છે. ત્યારે બે વર્ષ ની વાત થઈ હતી અને બીજા બે વર્ષ પણ નીકળી ગયા. જો આયુષિ હું બધી બાબત માં તારી સાથેજ છું,પણ આ ખાલી દર વખતે તારો વ્યક્તિગત નિર્ણય ન હોઈ શકે. આપણાં બંને ની જિંદગી નો સવાલ છે.
આયુષિ:- હમ્મ પણ ચોઈસ તો મારી હોવી જોઈએ ને કે મારે મેરેજ કરવા છે કે નથી કરવા.
પ્રતીક:- અફકોર્સ , તારી જ હોવી જોઈએ અને હું આયુષિ તારા જીવન નો ભાગ છું કે નહીં?
અને જવાબદારી શું તારા એક પર જ આવાની છે ખાલી?
આયુષિ:- તને જવાબદારી નો ડર નથી?
પ્રતીક:- છે જ ઘણો ડર છે, પણ મારી ધીરજ એ ડર કરતા વધું મોટી છે.
( આગળ, તમે કોમેન્ટ માં કહી દેજો.)
😄😄😄