Gujarati Quote in Blog by Bindu

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સ્વાદિષ્ટ શબ્દો સાંભળતાં જ સારા નરસા સ્વાદને ભોજન અનુસંધાનમાં યાદ આવી જાય છે પણ હકીકતે તો જિંદગીની એ છે કે સ્વાદિષ્ટ કે સારો સ્વાદ થોડો જીવનમાં પણ હોવો જોઇએ તો જ જીવન રંગીન લાગશે જેમ ભોજન કરતી વખતે ખાવાની વસ્તુઓનો સ્વાદ ન આવે તો ગુસ્સો આવે છે અને સ્વાદિષ્ટ ભોજનથી આપણે આનંદિત થઈ જઈએ છે તેમ સ્વાદિષ્ટતા એ જીવનમાં પણ હોવી જોઈએ જો જીવનમાં આત્મા નો સ્વાદ હશે આત્મીયતાનો સ્વાદ હશે બીજા પ્રત્યે આદર સત્કાર નો સ્વાદ હશે તો જીવન આપોઆપ રંગીન બની જશે જેમ ભોજન કરતી વખતે બત્રીસ ભાતનાં ભોજન માં જુઓ મીઠું ગળ્યું કે તીખાશ ઓછી હોય તો એ ફીકું જ લાગે છે પણ એક સરસ મજાનું સાદું જમણ પણ જો સ્વાદિષ્ટ હશે તો આપણે તૃપ્ત થઈ જઈએ છીએ તેવી જ રીતે જીવનમાં પણ જો સ્વાદ હશે તો જીવન આપણને આપોઆપ રંગીન લાગશે માટે આપણા જીવનને સ્વાદિષ્ટ બનાવવા માટે આપણે સૌ પ્રથમ આપણા વર્તન વ્યવહાર અને વાણી માં ફેરફાર લાવવો જોશે જેમ આપણે આપણા માટે સારું જ ઈચ્છીએ છીએ એવું જ બીજા માટે પણ વિચાર્યું હોય તો જીવન જીવવામાં અનેરો આનંદ આવશે બીજાને નાખુશ કરતી વખતે આપણે પણ અહીં ખુશ રહી નથી શકતા. આ સ્વાદ કેવા જે જીવન માટે ખૂબ જરૂરી છે, માનવતા નો, કરુણાનો દયા નો, પ્રેમનો, આત્મીયતાનો અને ખાસ બીજા પ્રત્યેના વિશ્વાસનો..
જય દ્વારકાધીશ 🙏🏻
05:04 AM 25/09/20

Gujarati Blog by Bindu : 111794132
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now