હે ઈશ્વર જલ્દી ઉત્તર આપ, મેં કેટલાય પ્રશ્નો અટકાવી રાખ્યા છે.
ક્યાં સુધી હસવાનું છે એ પણ કહી દે, મેં કેટલાય ડુમા છાતીયે સાચવી રાખ્યા છે.
એ જિંદગી નક્કી કરી લે, હું તારા માથે પડી છું કે તું મારા માથે પડી છે.
ખબર તો પડે જીવવાની છે કે શોધવાની છે ? જિંદગી છે કે ખૂટતી કડી છે ??