હું તારી સાથેજ છું.
તારા શ્વાસમાં.
તારા વિશ્વાસમાં.
તારી પ્રાથૅનામાં.
તારી આસ્થામાં.
હું તારી સાથેજ છું.
પણ હા...
તારી અને મારી વચ્ચે અંતર છે
તો પણ હું તારા અંતરમાં છું.
છતાંય જો તને વિશ્વાસ ના
આવતો હોય તો
મુક તારા હદય પર હાથ
અને સાંભળ
તારું હૈયુ મારી હયાતીના
હસ્તાક્ષર ના આપે તો
કહેજે મને.