ગંગા હોય કે પછી નર્મદા હોય નદીનું પાણી સરખું જ હોય,
ગરીબ હોય કે પછી અમીર હોય અસ્થિ તો સરખી જ હોય....
વિચારો ,સ્વભાવ ને આદતો બધાંની અલગ અલગ હોય,
ગામ હોય કે પછી શહેર હોય માણસાઈ તો સરખી જ હોય...
જિંદગી છે એમ મૃત્યુ પણ થવાનું છે છતાં ભ્રમમાં ફરે,
સારું હોય કે પછી ખરાબ હોય કર્મનું ફળ તો સરખું જ હોય....
સ્વર્ગની આશમા ઘડપણમાં ભગવાનને સૌ યાદ કરે,
પાપ હોય કે પછી પૂણ્ય હોય બધો હિસાબ સરખો જ થાય....
મોહમાયા ને લોભ લાલચમાં માનવી ઘેરાયેલો રહે,
સુખ હોય કે પછી દુઃખ હોય જિંદગી તો સરખી જ હોય...
-Bhargav Jagad