ના ચાહવા છતાંય આજ લખાઈ ગયું.
ના કહેવાનું કેમ આજે જ ભખાઈ ગયું.
આવ્યું'તું કોઇ જાણીતું મારે દ્વારે પણ,
અજાણતાં મારાથી દ્વાર વખાઈ ગયું.
અનુભવ જીવનમાં કૈં એવા થયા છે કે,
કોણ આપણું કોણ પરાયું પરખાઈ ગયું.
જાણું છું કે વગર પાણી ક્યાં તરે હોડી,
છતાંય ઝાંઝવાંમાં જ હોડકું નખાઈ ગયું.
જગને એમ કે ડૂબશે નૈયા મઝધારે મારી,
સાંગોપાંગ પાર થતાં જગત ડઘાઈ ગયું.
છતાં જીવન અમે કૈંક એવું જીવી ગયા કે,
આજ ધરતી સાથે "વ્યોમ" હરખાઈ ગયું.
...© વિનોદ.મો.સોલંકી"વ્યોમ"
GETCO (GEB)
મુ. આદિપુર (કચ્છ)