કલગીએ મને પૂછ્યું વેલેન્ટાઈન ડે ના દિવસે શું આપીશ,
મેં હસતાં કહ્યું કે ગુલાબને શું અપાય?
કલગીએ મને પૂછ્યું વેલેન્ટાઈન ડે ને ખાસ બનાવવા શું કરીશ,
મેં હસતાં કહ્યું કે એન્જલ માટે શું કરાય?
કલગીએ મને પૂછ્યું વેલેન્ટાઈન ડે ના દિવસે કયાં લઈ જશે,
મેં હસતાં કહ્યું કે કાળજાના કટકાને કયાં લઈ જવાય?
કલગીએ મને પૂછ્યું આમ જ આખી જિંદગી મને પ્રેમ કરશે ને,
મેં હસતાં કહ્યું કે શ્વાસ વિના જીવી શકાય કે?
કલગીએ મને પૂછ્યું જીવનભર મારી સાથે રહશે ને,
મેં હળવેથી કહ્યું કે આત્માને દેહથી અલગ કરી શકાય કે?
#ValentineDay