Gujarati Quote in Motivational by Chaitanya Joshi

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

શ્વસે છે આ શ્વાસ પ્રભુ તારા થકી.
મારે તારો અભ્યાસ પ્રભુ તારા થકી.

અંતર ભાવવિભોર થઈ દ્રવી ઊઠતું,
મારે તારી છે આશ પ્રભુ તારા થકી.

સર્વસ્વ સાંપડતું તારા શરણે મનેને,
હો ઉરમાં તારો વાસ પ્રભુ તારા થકી.

અવિરત સથવારો તારા નામનો મને,
મીટ ના માંડું આકાશ પ્રભુ તારા થકી.

તારી ચરણરજથી પાવન કરજે પ્રભુ,
કરજે કોટિ પાતક નાશ પ્રભુ તારા થકી.

મંદિર પૂરતો સીમિત ન રહેજે પરમેશ,
મારા રોમેરોમે નિવાસ પ્રભુ તારા થકી.

ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.

Gujarati Motivational by Chaitanya Joshi : 111784494
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now