સ્વાર્થથી ગુંથાય જે સંબંધોની માળા,
રહેતા નથી એ સંબંધો હુંફાળા.
છીપમાંજ રહેવાં દો પ્રેમનાં મોતી,
લૂંટાવશો નહીં,એને મારો તાળા.
બંધ આંખે ના,લંબાવો હાથ કદી,
છળી જાય ક્યારેક સ્પર્શો
સુંવાળા.
જો જો કાબુમાં, રાખો કદમ કે,
બની જાય ફીસલન એ ચહેરા રૂપાળા.
દેખાય છે ક્યાં અહીં કોઈને પણ,
અદ્રશ્ય એ અરમાનોના ધુમાડા.
મનની બારીએ હવે ઝાંકવા ન આવો,
કરી દીધા છે મેં કમાડ આડા.
કાજલ શાહ,