આ જીવનમાં તને મેં ગુલાબની જેમ પ્રેમ કર્યો છે,
જાણે કે ગુલાબની જેમ જ આ જીવન મહેંકી ઉઠ્યું છે...
ગુલાબ અને કાંટા જેવો જ છે આપણો આ પ્રેમ,
જાણે કે કાંટાળી તકલીફોમાંથી મને હસતાં શીખવ્યું છે...
મારા દિલમાં પણ વિશ્વાસરૂપી ફૂંપળ રોપાય ગયું ,
જાણે કે તારા પ્રેમની યાદોરૂપી એક ગુલાબ ખીલ્યું છે...
તૂટી કે ખરી જવાની બીક રાખી નથી કયારેય જીવનમાં,
જાણે કે મુશ્કેલીના વાયરામાં પણ ગુલાબની જેમ લહેરાયુ છે...
છતાં પણ મને આ રાહમાં એકલો મૂકીને તું ચાલી ગઈ,
જાણે કે ગુલાબની પાંખડીઓ જેમ જીવન વિખરાયું છે ...
ડાયરીના અંત પાના પર મેં ગુલાબ મુક્યું છે,
જાણે કે કબર પર ચડાવ્યું હોય એમ જ મુકી રાખ્યું છે....
-Bhargav Jagad