શિશિર ને અલવિદા કહી
વસંતે પધરામણી કરી
ડાળે ડાળે કૂંપળો ફૂટી
આંબાડાળે કોયલ ટહૂકી
વરણાગી બની કેસૂડાએ
સુગંધની લ્હાણી કરી
સપ્તરંગી શમણાંઓ સંગે
તનમનમાં વસંત ખીલી…
-કામિની

Gujarati Poem by Kamini Shah : 111782970
shekhar kharadi Idriya 5 year ago

અરે વાહ..!! કામિની બેન અત્યંત સુંદર, મનમોહક, આકર્ષક અભિવ્યક્તિ

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now