કોયલે કરી ટહૂકાર કીધું વસંત આવી.
ભ્રમરે કરી ગુંજાર કીધું વસંત આવી.

પૂરાયા પ્રાણ પ્રકૃતિમાં પરાકાષ્ઠા પામી,
મયૂરને નૃત્ય ઓથાર કીધું વસંત આવી.

ખીલ્યાં કુસુમો બાગબગીચે શોભા ઘણી,
લત્તાને વૃક્ષનો આધાર કીધું વસંત આવી.

રંગબેરંગી પતંગા પુષ્પોને પૂછતા પ્રેમથી,
શાને સૃષ્ટિના સિંગાર કીધું વસંત આવી.

મા શારદાના પૂજને કલ્યાણ શ્લોક ગૂંજે,
સંગીતમાં રાગ બહાર કીધું વસંત આવી.

મદન સંગ રતિ મદમાતી હરખાતી વિચરે,
સ્નેહસભર હો ઉચ્ચાર કીધું વસંત આવી.

- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.

Gujarati Romance by Chaitanya Joshi : 111782952

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now