ઉરના ભાવને શબ્દોમાં ભરીને લાવ્યો છું.

કરીને મુલાકાત તમારી જાણે કે ફાવ્યો છું.



નયન શું જાણે દિલની દ્વિધા હોય કેટલી?

જાતને મળીને પછી મળવાને હું આવ્યો છું.



શક્ય છે અણીના વખતે જીહ્વા પંગુ બને,

તોય ભાષા શરીરની કહેવાને લલચાયો છું.



મન પણ ક્યારેક વિચારશૂન્ય બની જતું,

છતાં મુલાકાત સફળ કરવા હરખાયો છું.



વણલખ્યું, વણકહ્યું તમે સમજી જનારા,

હાજરી જ પર્યાપ્ત, નિહાળી મુસકાયો છું.



ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.

Gujarati Poem by Chaitanya Joshi : 111782589

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now