Gujarati Quote in Religious by Tr Mrs Snehal Rajan Jani

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

શ્રી ગુરુદેવ દત્ત. 🙏
                        #દત્તબાવની પ્રાદુર્ભાવ
આજના દિવસનું મહત્વ....
            દત્તબાવની ની રચના સવંત ૧૯૯૧માં મહા સુદ એકમને સોમવારે તા. ૦૪.૦૨.૧૯૩૫ ના દિવસે કલોલ તાલુકાના સઈજ ગામે સરખેજના ભાઈશ્રી કમળાશંકર ત્રિપાઠીની ધર્મપત્ની ધનલક્ષ્મીબેનના પિશાચ બાધા દૂર કરવા નિમિત્તે રચાયેલી.
   
                એક વખત પૂજ્યશ્રી રંગ અવધૂત મહારાજનો મુકામ સરખેજ ગામે મંદિરમાં હતો. ત્યાં તેમની સેવામાં શ્રી કમળાશંકર હતા. એક દિવસ કમળાશંકરભાઈએ પૂજ્ય શ્રીને પોતાના ઘરે આવવાનું આમંત્રણ આપ્યું ત્યારે પૂજ્ય શ્રી એ કહ્યુ કે,"હું કોઈના ઘરે જતો નથી પણ તું નોકરી કરશે ત્યારે તારે ત્યાં આવીશ." આમ પૂ. બાપજીને તેમની આર્થિક સ્થિતિની ખબર હતી.

           સમય પસાર થવા લાગ્યો ને સઈજમાં શ્રી કમળાશંકરને નોકરી મળી. પછી નારેશ્વર જઈને પૂજ્યશ્રીને કહ્યુ કે, "હવે મારે ઘેર પધારો." ત્યારે પૂજ્ય શ્રીએ કહ્યુ કે, "એ બાજુ આવવાનું થશે ત્યારે મળીશું અને ત્યાં ચોક્કસ આવીશું."

           સમય જતા પૂજ્યશ્રી સઈજ ગામમાં આવ્યા અને શ્રી સિધ્ધનાથ  મહાદેવના મંદિરમાં રોકાયા. અહીં દરરોજ શ્રી કમળાશંકરભાઈ બાપજીની સેવામાં જતા. એક દિવસ તેમણે કહ્યુ,
" બાપજી !  ઘરે પત્નીની  તબિયત સારી રહેતી નથી. કોઈ પિશાચ પીડા હોય એવું લાગે છે, તો કાંઈક એવુ કરો જેથી સારુ થાય."
પૂજ્ય શ્રી એ કહ્યું કે, "હનુમાન ચાલીસા જેવું કાંઈ લઈ આવ." પણ એ વખતે બહુ ઓછા ને ખબર હતી , એટલે તેમને ખબર ન હતી.

              પૂજ્યશ્રીએ સ્નાનાદિત્યથી પરવારીને પછી કાગળ કલમ લઈ લખવા માંડ્યું. ચાલીસ લીટીને બદલે બાવન લીટી થઈ ગઈ. પૂજ્યશ્રીએ ટૂંકાવવાનો પ્રયત્ન કરી જોયો પણ કોઈ લીટી કે કોઈ કડી કેમે કરીને કાઢી શકાય તેમ ન હતી. તેમને ભગવાન શ્રી દત્તાત્રેયનો સંકેત થયો.....
" મે લખાવ્યું છે તે ને ટૂંકાવવાની  શી જરૂર ?" ગુરુચરિત્રના અધ્યાય બાવન, વર્ષના અઠવાડિયા બાવન, વર્ષના ગુરુવાર બાવન વગેરે બાપજીએ પ્રયત્ન પડતો મૂક્યો અને તેને તેના મૂળ સ્વરૂપમાં જ તે સ્તોત્ર સાકાર થયું તેનું નામ પડ્યું દત્તબાવની.
     
             પૂજ્યશ્રીએ શ્રી કમળાશંકરભાઈને દત્તબાવની આપતા તેમણે એના પાઠ શરૂ કર્યા અને પત્નીની તબિયત સારી થઈ અને પિશાચ પીડા દૂર થઈ. આમ એ નિમિત્તે “દત્તબાવની “ લખાઈ .

        ભાવે પઢતા સુણતાં શું દુર્લભ જંગ માંહ્ય। ?
        કામધેનુ ‘દત્તબાવની’ આ શંકા લેશ ન ત્યાંય !

સૌજન્ય:- FB Page : Nareshwar

ગુરુદેવ દત્ત🙏

સ્નેહલ જાની

Gujarati Religious by Tr Mrs Snehal Rajan Jani : 111782394
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now