#એનાં મુલાયમ સપનાંઓને
ઝુલાવી રહ્યો હતો
લાંબા કાળાં વાળમાં ગૂંથાયેલો ગજરો
એની કોમળ સંવેદનાઓને શણગારતી હતી
લાલચટ્ટક પાનેતરની ભાત
સહુને પોતાનાં કરવાની તમન્ના હતી
એની ધીમી ચાલ અને મંદ સ્મિતમાં
એનાં આંસુમાં છલકાતો હતો
મનનાં માણિગરને મેળવવાનો આનંદ
પણ
થોડાં જ દિવસમાં
એનાં સપનાં કેદ થઈ ગયા
કીચનની કચકચમાં
જવાબદારીની આગમાં
એની સંવેદનાઓહોમાઈ ગઈ
પરિવર્તિત
થઈ ગયાં હરખનાં આંસુ પીડાની પળોજણમાં
આક્ષેપ-પ્રતિ આક્ષેપ
એક તરફી અપેક્ષા
અપમાન અને અવગણનાંનો માર
ફરજ નીચે ઘૂ્ટાતી લાગણીઓ
સંબંધ તૂટવાનો ડર
ગુસ્સો’આક્રોશ- વેદનાની જ્વાળામાં
મૃત:પાય થતી લાગણીઓ
વિખરતાં સપનાંઓ
ઘૂંટન અકળામણ અને દર્દની ચરમસીમા
બની ગઈ એ જીવતી લાશ
માત્ર શ્વાસ ચાલતાં હતાં એનાં
પરંતુ એ શહીદ થઈ ગઈ
સપનાંનાં યુદ્ધમાં
સંવેદનાનાં મેદાનમાં
એને શહીદ બનાવી
સ્વજનો તરફથી છૂટતાં અનેકાનેક તીરે