શું તમને લાગે છે કે આપણે આઝાદ છે?
આજે દરેક વ્યક્તિ કંઈક ને કંઈક વસ્તુઓ ની ગુલામ છે.
નાના બાળક થી લઇને વુદ્ધ સુધી આપણે ત્યાં કોઇ જ આઝાદ નથી. નાના બાળકો ટીવી ના, કિશોર વય મોબાઇલ ના, આધેડ વય પૈસા અને પાવર ના અને વૃદ્ધો પોતાના છોકરાઓ ના ગુલામ છે. થોડું પાછળ ફરી ને જોશો તો સમજાશે કે આપણે કેટલું બધું પાછળ છોડી આવ્યા છે. જે આઝાદી માટે નાના બાળકો પણ ઘર છોડીને ચાલ્યા જતા , કિશોરો શહીદ થવા માટે તત્ત્પર
હતા વૃદ્ધો તેમને થતી મદદ કરતા નાના બાળકો ને આઝાદી માટે ની વાતો કેહતા ચળવળમાં જોડાવા પ્રોત્સાહિત કરતા પણ આજે આપણે આઝાદ છે, પરંતુ કોઈ ને પણ આ આઝાદી ની કદર જ નથી. ૨૬ જાન્યુઆરી અને ૧૫ ઑગસ્ટ ના દિવસે જ બધા ને યાદ આવે છે વધુમાં ભારત પાકિસ્તાન ની મૅચમાં શું આ જ આપણી આઝાદી છે?
#Azadi