સૌરાષ્ટ્રની રસધાર માં મેઘાણી એ લખ્યું છે કે ... મેઘાણી એક વાર મહુવા , ભાવનગર ની બજાર માંથી નિકળતા હતા અને એક ૮૦ વર્ષના માજીને મજુરી કરતા જોયા એટલે મેઘાણી એ પુછ્યું કે " મા , તારે કોઇ દિકરો નથી ? મા ની આંખમાં ઝળઝળીયા આવી ગયાં .. એણે કહ્યું કે , " દિકરો તો હતો ભાઇ ,, અમે ખારવા ( માછીમાર ) છીએ .. મારો દિકરો ભાવનગર ના એક શેઠનું વહાણ ચલાવતો હતો . આજથી પંદર વર્ષ પહેલા મધદરીયે વહાણ તુટી ગયું અને મારો દિકરો દરિયા માં ક્યાંક ખોવાઈ ગયો . એનો બાપ તો નાનપણમાં જ પરલોક ચાલ્યો ગયો હતો .. એટલે મારું મોત આવે ત્યાં સુધી મજુરી કરું છું . " મેઘાણી એ કીધું કે , " તો પછી તમે શેઠ પાસે થી વળતર ન માંગ્યું ?? " " અરે ભાઇ , કેવી રીતે માંગું ? એ શેઠે એનું લાખો રૂપિયા નું વહાણ મારા દિકરાને ભરોસે મુક્યું હતું અને મારો દિકરો એને કાંઠે ન લાવી શક્યો .. ક્યાં મોઢે હું વળતર લેવા જાઉં .. ?? " સમજદારીનું આના કરતાં ઉંચું આસન ના હોય શકે . પૃથ્વી ગોળ છે , તમે જ્યાં ઉભા છો ત્યાં જ કેન્દ્ર છે .. જ્યાં છીએ ત્યાં અને તેજ ઊંચું સ્થાન છે . આપણા માં કેટલું ઉંડાણ છે એ મહત્વનું છે .