પિતાના હૃદયના નામે ઓળખાય છે દીકરી.
સાસરે ગયા પછી જ સમજાય છે દીકરી.
પિતાને સુખી દેખીને રાજીરાજી થઈ જતી,
તાતને દુઃખી ભાળીને એ ઊભરાય છે દીકરી.
ઘરે પરત ફરતા પિતાને ખબરઅંતર પૂછતી,
વાત લગનની આવતાંને શરમાય છે દીકરી.
કદીક શ્વસુરગૃહે પિતાનું આગમન દેખીને,
જાણે કે અડધી અડધી થઈ જાય છે દીકરી.
રહીને દૂરસુદૂર શ્વસુરગૃહે; ચિંતા એ કરનારી ,
પિતાને મન એનું સર્વસ્વ ગણાય છે દીકરી.
દીકરી પામીને આભારી ઈશનો એ થનારા,
માબાપને કાળજાનો કટકો મનાય છે દીકરી.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.