Gujarati Quote in Microfiction by SUNIL ANJARIA

Microfiction quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*સ્કૂટર મિકેનિક નો જાદુ*
એ રાત્રે મી.એ એકલો એક જુના બજાજ સ્કુટર પર જતો હતો. ફૂંફાડા મારતો પવન, મેઘલી રાત અને સુમસામ રસ્તો - 1968 આસપાસનું વર્ષ અને અટીરા થી ગુજ યુનિ જતો એ વખતે વસ્તી વગરનો માર્ગ. એનું સ્કૂટર બગડ્યું. કદાચ ઓવરફ્લો કે પેટ્રોલ ખૂટયું. એ ઢસડીને થોડો આગળ ગયો. એમ.જી. સાયન્સ પાસે ત્રણ રસ્તે એક મજુર જેવો માણસ મળ્યો. એ કહે ' સ્કુટરના પ્લગમાં કચરો આવી ગયો છે. લાવો. ખોલી આપું.' મી.એ પાસે બીજો રસ્તો ન હતો. એમણે સ્કુટર સ્ટેન્ડ પર ચડાવ્યું અને બાજુમાં ઊભો. પેલા મજુર પાસે કોઈ પેચિયા પાનાં ન હતાં. એણે એક હાથે પાછલું પડખું ખોલ્યું. મી. એ એ જોયું કે એણે કોઈ પણ પાનાં વગર પ્લગ ખેંચ્યો- માત્ર આંગળીઓથી. એની આંગળીમાં પોલાણ હતું! એણે લાંબા નખથી જ પ્લગ સાફ કર્યો. વાયર ખેંચી મોંએથી તોડ્યો અનેબે છેડા પ્લગની કેપ પર ભરાવી પડખું ફિટ કર્યું. મી. એ ને એ મજુર કહે 'મારો કીક.' મી. એ એ કીક મારી અને સ્કૂટર ચાલુ! પૈસા નું પૂછતાં પહેલાં મી. એ કહે 'તમે તો જાદુ કર્યું!'
પેલો અટ્ટહાસ્ય કરતાં કહે 'એમાં શું? જાદુ તો આને કહેવાય.' અને એણે પોતાનું ડોકું હાથમાં લઈ હેલ્મેટની જેમ ઉતાર્યું. નીચે એકલું ધડ!
મી.એ સ્કુટર ભગાવતા જે ભાગ્યા છે!
(એ વખતે ગુ.સ. માં આ સમાચાર વાંચેલા. ખોટા હોઈ શકે. રસ જગાવવા એ છાપું આવું છાપ્યા કરતું. મને યાદ રહી ગયું છે.)
સુનીલ અંજારીયા

Gujarati Microfiction by SUNIL ANJARIA : 111772359
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now