કોઈ મા-બાપને બે, ત્રણ કે ચાર, ગમે તેટલા સંતાન હોય,
પરંતુ,
એ દરેક સંતાન એમના મા-બાપની, કોઈ પણ પ્રકારની પરિસ્થિતીમાં પોતે કોઈપણ પ્રકારની ફરિયાદ વગર, જેતે સમયમાં ઘરની પરિસ્થિતિને અનુરૂપ થઈ, ખુશ રહી શકતા હોય, તો તેમના મા-બાપના જીવને હાશકારો થતો હોય છે, ને કોઈ એક પણ સંતાન ઘરની પરિસ્થિતિને કે પછી, કોઈ વ્યક્તિને લઈને, મૂંઝાતો હોય કે દુઃખી રહે તો હોય, તો તેની સાથે-સાથે જેતે મા-બાપ પણ ખુશ રહી શકતા નથી.
દુઃખી રહેવાથી કદાપિ ક્યારેય, કોઈનો સમય બદલાતો નથી.
તો જો એક સંતાનના આવા નિરાશા જનક વર્તનથી, એક મા કે પિતા ખુશ ના રહી શકતા હોય, તો વિચારીએ કે,
ઉપરવાળો
એનેતો આપણે, જગતપિતા કહીએ છીએ, કે જેના આપણે સૌ સંતાન છીએ,
શું એમને આપણા નિરાશા જનક વર્તનથી, દુઃખ નહી થતું હોય ?
આપણને મનુષ્ય જીવન મળ્યું છે, શું તે નાની સુની વાત છે ?
તો આપણે ઉપરવાળાનો આભાર માનતા, શું સદાયને હરહંમેશ ખુશી-ખુશી જીવન ના જીવી શકીએ ?
શું એ આપણું સૌથી પહેલું કર્તવ્ય ના હોવું જોઈએ ?
આપણને જીવન આપનારને, ક્યારેય પણ આપણે આપણી સંકુચિત માનસિકતા થકી દુઃખી ના કરવા જોઈએ.
જીવન સાર્થકતા માટે, એજ પહેલો, સાચો ને સરળ રસ્તો છે.
આ વાતને અનુરૂપ, જૂઓ યુટ્યુબ શોટ્સ
https://youtube.com/shorts/7Kzt_JInqRw?feature=share