Gujarati Quote in Poem by Chaitanya Joshi

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ઘરની દિવાલો ખડખડાટ હસવા લાગી દીકરીને જોતાં.
જાણે કે સાત નીંદરમાંથી હશેને જાગી દીકરીને જોતાં.

શિશુસંગાથે ઘર રખેને ઊઠ્યું ખીલી પુષ્ષવત્ હરખતું,
શકેને મનમાં માધવની મોરલી રહી વાગી દીકરીને જોતાં.

એની કાલીઘેલી ભાષા વેદૠચા સમી મને ભાસી રહી,
મારી ચિંતા સઘળી એકાએક ગઈ ભાગી દીકરીને જોતાં.

ક્યારેક હસેને ક્યારેક રડે તો ક્યારેક એ જીદે ચડતીને,
મનધાર્યું કરાવવા મથતી સૌની અનુરાગી દીકરીને જોતાં.

- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.

Gujarati Poem by Chaitanya Joshi : 111767926
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now