પ્રેમ ની પરિભાષા
પ્રેમ ની પરિભાષા દરેક વ્યક્તિ પોતાની રીતે અલગ અલગ સમજે છે.
સાચી પરિભાષા શું છે એતો કોઈ સમજવા કે જણવા જ નથી માગતાં.
પ્રેમ શબ્દ સાંભળતા જ બધા ને રાધા કૃષ્ણ યાદ આવે છે, પણ કયારેય કોઈ મીરા ને યાદ ન કરે.
કોઈ પણ વ્યક્તિ મીરા જેવો પ્રેમ નહિ પણ રાધાકૃષ્ણ જેવો પ્રેમ કરવા માગે છે.
સાચું પણ છે ને મીરા ની જેમ ભક્તિ કરી ને પ્રેમ કરવો કંઈ સહેલું નથી.
એક આખી જીંદગી રાહ જોવી પડે છે પોતાના પ્રેમ ને મળવા માટે એ કાંઈ સહેલી વાત ના જ કહેવાય.
પ્રેમ કરો તો મીરા જેવો કરવો કે કૃષ્ણ આવ્યા વગર ના રહી શકે અને ભગવાન ને ખબર હોવા છતાં ઝેર ના પ્યાલો પી જાય છે.
પ્રેમ તો બસ આ જ રીતે થઈ શકે...