સલામત છે એ તસવીર હજી એમાં, બદલાયું ઘર તોય ખંડરમાં,
હતો પુરાવો આબાદીનો જેમાં, ક્યાંક એ ટુકડા હશે આ ખંડેરમાં,
ઘર હતું અમારું કદી એક ચમનમાં, સુકાયને એ પાંદડા પડ્યા છે ચમનમાં,
ખીલશે ફૂલો ખુશીના આશા હતી જેમાં, છે એ શમણાં બધાજ આ ખંડેરમાં,
શોધી રહ્યો છું જેને અજવારી આગ માં, મળે જો ક્યાંક પગલાં તમારા આ ખંડેરમાં,
સમી ગયું વંટોર, સમી ગઈ રાજ ધારા માં, જોયા હતા જેને ઉડતા આકાશમાં,
પડ્યા છે એ પારેવડા પાંખ વિહોણા આ ખંડેરમાં;
નથી કોઈ હમસફર આ સમય માં,
તોય ક્યાં એકલો છે "અક્ષત" અંધકારમાં,
રહે છે સાથ પડછાયાનો આ ખંડેરમાં...!!
-"અક્ષત"