ક્યારે થંભી જશે આ શ્વાસ કૈં ખબર નથી.
ક્યારે થશે પૂરો આ પ્રવાસ કૈં ખબર નથી.
સમય જોતજોતામાં વીતી જશે સહજને,
વસતા હશે વિભુ આકાશ કૈં ખબર નથી.
સ્મરી લેવા શ્રીહરિ મનભરી મોકો મળતાં,
શું બની શકાશે એના દાસ કૈં ખબર નથી.
માનવતાના કામે હોય છે રાજીપો હરિનો,
શું થવાશે કદી હરિના ખાસ કૈં ખબર નથી.
ક્યારે ટળશે જીવશિવનું અંતરથી અંતર,
ક્યારે થશે માયાપાશનો નાશ કૈં ખબર નથી.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.