Gujarati Quote in Motivational by Tr.Anita Patel

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

" પાંગળી પાંખો"
-@nugami.
સ્ત્રી જ્યારે સહન કરવાનું છોડી દે છે,
ત્યારે સમજવું કે, એને દુઃખી કરનારાઓને સહન કરતાં શીખવું પડશે....
સ્ત્રી સહનશક્તિ ની મૂરત કહેવાય છે.....
પણ શું સહન કરવું જોઈએ,અને શું સહન ના કરવું જોઈએ એનો ભેદ તો એને જાતે જ ઉકેલવો પડે છે.....
જ્યાં સુધી વૃક્ષના મૂળિયાં મજબૂત ના હોય ત્યાં સુધી બધા જ એને ઉખાડી ને ફેંકી શકે છે,પણ જ્યારે એકવાર એના મૂળિયા જમીન સાથે તટસ્થ રીતે મજબૂતાઇ સાથે જોડાઈ જાય છે,ત્યાર પછી કોઈની તાકાત નથી કે એને ઉખાડી શકે....
પણ આતો દુનિયા છે,જે ઉખાડી શકતી નથી ,એ કાપવા કે ચિરવા તૈયાર જ બેઠી હોય છે.....
સ્ત્રી અને એક વૃક્ષમાં કોઈ ઝાઝો ફેર નથી.....
અમુક વખતે સ્ત્રી પોતાના હસ્તાક્ષરથી જ દુઃખને આમંત્રિત કરે છે .....જ્યારે એ સહન કરતા શીખી જાય છે ...
પણ શા માટે સહન કરવું? શા માટે?કોઈ પ્રશ્ન થશે એના જીવનમાં તો પણ લોકો સ્ત્રીને જ કહેશે,"જવા દે નસીબ,આપણે તો સહન કરવું પડે.....તું આમ કરીશ તો લોકો શું કહેશે???
મને એ નથી સમજાતું કે,આ લોકો છે કોણ????
દરેક નું જીવન અલગ છે,દરેકના જીવન ના દુઃખો અલગ છે.
પણ લોકો દરેક સ્ત્રીને એના દુઃખનું વિશ્લેષણ કર્યા વગર જ એક જ દોરીએ બાંધે એ કેવી રીતે ચાલે....?
સ્ત્રી બધે સાચી જ હોય એવું નથી અહીં....
ઘણી વખત સ્ત્રી જ પોતાના દુઃખનું કારણ હોય છે...
સ્ત્રી પાસે પાંખો છે ઉડવાની,પણ મર્યાદામાં રહીને જ ઉડવું,જો એ મર્યાદાની બહાર ઉડવા માંડી,તો એના પર લાંછન નો વરસાદ વરસવા માંડે......પાંખો છે પણ પાંગળી...આ પાંગળી પાંખો વાળી સ્ત્રી ઘરનું ,સમાજનું વિચારીને એ વિચારો નો ભાર લઈ ને ફરતી રહે છે,એટલે જ લાંબી ઉડાન ભરી નથી શકતી.....
પણ ઘણાં દુઃખ સહન કર્યા પછી પોતાની અંતર આત્મા ને એક નવો ઘાટ આપીને પોતાના સ્વમાન સાથે જ્યારે એક તટસ્થ મનની સ્ત્રી પોતાની વાત ક્યારેક તમારી સમક્ષ રાખે,તો એને જરૂરથી સાંભળજો,અને એવું ના કરી શકાય તો એની હિંમત ના તોડતાં અને એને પોતાની ઈચ્છા મુજબ એના મર્યાદિત આકાશને આંબવા પાંખને લીસી સુવાળી જીભના કંટકભર્યા તીક્ષ્ણ શબ્દોથી કતરતાં નહિ.....❤️❤️❤️
ઘણી હિંમત જોઈએ છે વિખરાયેલા જીવનને સમેટી એના પર ફરી થીગડું મારવાં.......
-@nugami.

Gujarati Motivational by Tr.Anita Patel : 111763530
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now