માફી માંગવા માટે કોઈ શ્રેષ્ઠ સમયની રાહ જોવી, કે સંકોચ રાખવાથી,
કોઈ એક દિવસ, એનું પરિણામ આપણને એવું મળે છે કે, જેને આપણે જીવનભર ભૂલી નહી શકીએ, ને
એ વખતે આપણે પછતાવાથી વિશેષ કંઈ કરી પણ નહી શકીએ.
અને જો કોઈના જીવનમાંથી, એવી કોઈ સારી વ્યક્તિ , કે જેની માફી માંગવાની રહી ગઈ હોય, અને તે, હંમેશ ને માટે ચાલી જાય, ને છતાં જો એ વ્યક્તિને કોઈ ફેર ના પડે, તો એવી વ્યક્તિને ઈશ્વર પણ માફ ના કરે.
બસ આજ વાતને, મે એક કવિતા રૂપે કહેવાનો પ્રયત્ન કર્યો છે, જે તમને અવશ્ય ગમશે, એવું મારું માનવું છે.
https://youtu.be/1wFpS3lrdSs