હું મારી નિજજાતને વફાદાર છું.
સંયમ નિયમ બાબતે ધારદાર છું.
સત્ય સદાય મુજ વાણીથી ટપકે,
નિજાનંદની વાતે હું સદાબહાર છું.
પરમેશ મારા નથી માત્ર પ્રતિમામાં,
માનવમાત્રમાં જોઈ રહું આકાર છું.
ન રાખી શકું કિન્નાખોરી કોઈ વિશે,
વર્તનની વાતે ઈશનો વારસદાર છું.
માફી તલબગાર છું મારી ભૂલો થકી,
સંઘર્ષમાં બની રહેનારો પડકાર છું.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.