નામ આપ એ જગ્યા નું જ્યાં તારો પ્રેમ મળતો હોય, હું લઈ આવીશ,
નામ આપ એ જગ્યા નું જ્યાં તારું સ્મિત મળતું હોય; હું લઈ આવીશ,
નામ આપ એ જગ્યા નું જ્યાં તારી ખુશી મળતી હોય; હું લઈ આવીશ,
નામ આપ એ જગ્યા નું જ્યાં તારા સપના મળતા હોય; હું લઇ આવીશ,
નામ આપ એ જગ્યા નું જ્યાં તારા હૃદય ના સાચા ધબકારા મળતા હોય; હું લઈ આવીશ,
નામ આપ એ જગ્યા નું જ્યાં તારી આંખ નું નજર ના લાગે એવું કાજલ મળતું હોય; હું લઈ આવીશ,
નામ આપ એ જગ્યા નું જ્યાં તારી પાયલ નો અવાજ મળતો હોય; હું લઈ આવીશ,
અરે એક વાર તો
નામ આપ એ જગ્યા નું જ્યાં તું મળતી હોય; તો હું તને જ લઈ આવીશ...!!
- ''અક્ષત"