જિંદગી એટલે...? ( નવા વર્ષ ના વિચારો)
કોઈ પણ મોટી ફિલસુફી કે મોટિવેશન ની વાત નથી કરવી આજે. જીંદગી ને ખુબજ કરીબ થી અને વાસ્તવિક રીતે સમજવી છે .
જીંદગી એટલે સમય કે વક્ત.
પસાર થતો સમય એટલે પસાર થતી જીંદગી. તો જીંદગી ને આનન્દ મય બનાવવા અને વેડફાતી બચાવવા સમય ને વેડફાતો બચાવવો પડે.
સાવ સરળ ગણિત છે કે
સમય નું મેનેજમેન્ટ એટલે જીવન નું મેનેજમેન્ટ
પણ ખરી સમસ્યા અહીથી જ શરૂ થાય છે
માણસ સમય નું મેનેજમેન્ટ પોતાના લક્ષ સિદ્ધ કરવામાં કે પૈસા કમાવવા કરે છે જે સંપૂર્ણ જીંદગી નથી પણ જીવન નો એક ભાગ છે.
આ બહુ મોટી છેતરામણી ઘટના છે કેટલાક પૈસા કે લક્ષ્યાંકો પુરા કરવામાં માં જીંદગી
નાં અમુલ્ય વરસો પસાર થઈ જાય અને જીવવાનુ જ ભુલાય જાય છે અને આપણ ને પ્રતિતિ થાય છે
કે ગઢ આયા પણ સિંહ ગયા
એટલેજ મનોજ ખંડેરિયાંએ ગઝલ માં લખ્યું છે
*પુછ એને કે જે શતાયું છે (શતાયુ -100 વરસ ના)
ક્યાં કેટલું ક્યારે જીવાયું છે
તમે જાત ને પૂછો તમે છેલ્લી વાર "ખૂબ મજા પડી ગઈ" એવું ક્યારે બોલ્યા હતા.ક્યારે અને ક્યાં કારણો થી તમે ખુશ થયા હતા. આપણે જાણીએ છીએ કે
દરેક ના આનંદ બની પરિભાષા અલગ અલગ હોય શકે પણ કેટલીક બાબતો સર્વ સામાન્ય છે
પ્રવાસ કે પીકનીક , સંગીત ના કાર્યક્રમ, ફિલ્મ, મિત્રો સાથે ની મહેફિલ, શુભ પ્રસંગો, પ્રથમ વરસાદ માં ભીંજાવુ, કોઈ શાંત મન્દિર કે બાગ જેવા સ્થળે બેસવું. અચાનક કોઈ સ્નેહી કે જૂનો મિત્રમળી જવો
જીંદગી નું કોઈ ભવ્ય સ્વપ્ન પૂરું થવું વગેરે ...
અને દરેક ખુશી સમય, ઉંમર, સ્થળ, સાથી, સાધન
વગેરે બાબતો પર નકકી કરી શકાય
બાળક ને ફંનવર્લ્ડ અને વૃધ્ધ ને મન્દિર ની શાંતિ માં જીંદગી મળી જતી હોય છે
જીંદગી ના કોઈ પણ કામ કે પ્રયત્ન નો અંતિમ હેતુ સુખી થવાનો છે સુખ ની ઇમારત
આનન્દ , રોમાન્સ, રોમાંચ ,મસ્તી,શાંતિ અને સઁતોષ ના પાયાઓ ઉપર ઉભી હોય છે
પણ આ છ બાબતો કઈ કઈ પ્રક્રિયા માંથી મળે છે
તો જિંદગી ને ભરપુર જીવવા શુ કરવું જોઈએ
કેટલું અર્થહીન ત્યજવું જોઈએ
તે દરેક શાંતિ થી વિચારી લેવા જેવું છે 40-50 પછી કેટલા પૈસા છે એના કરતાં કેટલો સમય છે તે વિચારવા જેવું ખરું
બિઝનેશ, નોકરી ,રિલેશન્સ, ફેમિલી, મિત્રો , સમાજ
આપણી જિંદગી ની ખુશીઓ માં કેટલી હદે પોઝિટિવ કે નેગેટીવ ભાગ ભજવે છે
છેલ્લા અઠવાડિયામાં માં તમે કેટલો સમય મન ભરી ને જીવ્યા એ યાદ કરો
વિસ્તૃત ચર્ચા
હવે પછી
-અશોક પટેલ 'આકાશ' પ₹મોરબી
(આપના વિચારો સ્વાગત છે)