મળવું છે તને
એવા ઝાંખા અંધકારમાં...
વિજ્ઞાનની શોધખોળો પહેલાંના
અગવડભર્યા સંસારમાં
જંગલી પશુઓથી ને દેમાર ફૂંકાતા પવનોથી
ભાગવું છે તારો હાથ ઝાલીને
ખારાં પાણીમાં ઝબકોળાઈને જ તો
ઝરણાંની ટાઢક અનુભવાશે
તુૃં અનુભવાશે
એટલે જ તો
સાંબેલાધાર ફોરાંમાં
ચાળણી ચાળણી થઈ જવું છે
ને બળી જવું છે તારી દૃષ્ટિમાં રહેલી
શિષ્ટ અગ્નિના તાપથી
મળવું છે તને
સમુદ્રના તળિયે ને એનેય તળિયે
સ્વયં તળ થઈ
ખોદાઈ જવું છે ને જાણવું છે
શું છે મારાં મૂળમાં ને તારા ખારાં જળમાં
હું વસી શકે મારાં અશ્રુનીર થઈ?
જો હા, તો વસવું છે મારે
તારાં દેહ પર
પ્રસ્વેદબૂંદો બનીને
મળવું છે તને...
#અનુ_મિતા
#નિર્મોહી_અને_હું_
#ગુડ_મોર્નિંગ_મેરી_જાન_
🍂🍂