દેવોની પાસે દૂત, રૂપાળા સઘળા રયે
ભેળો રાખે ભૂત, ઈ કૈલાશ વાળો કાગડા...
ધતુરાનો ધરોવ કરીને,ગાંજામાં થયો ગુલતાન,
એ મહાદેવ બેઠો મસ્તાન,એ તો ભાંગનો ભોગી ભુદરા.
કો ન ગયા કૈલાસ, આગે કંઈ અસુર થિયા,
(ત્યાં) એકલમલ અવિનાસ, કોરો ધાકોર કાગડા !
પરિયુંને નિત પેખવા, દેવો કંઈ દોટું દિયે,
(પણ) સાપુંને સાચવવા, (ઈ) કામ શંકરનાં કાગડા !
દેવોની આગળ દુત, રૂપાળા કાયમ રિયે,
પણ ભેળાં રાખે ભૂત, (ઓલ્યો) કૈલાસ વાળો કાગડા !
દેવોય ડુબી જાય, એવાં અનગળ પાણી આકરાં,
(પણ ઈ) ગંગાય ગોથાં ખાય, (એતો) કોક જટાધર કાગડા !
ૐ ત્ર્યંબકમ્ યજામહે સુગન્ધિં પુષ્ટિવર્ધનમ્ ।
ઉરવારુકમિવ બંન્ધનાન્મૃત્યોર્મુક્ષીય મામૃતામ્ ।।
દુ:ખી થવા કોઈ ઘરતી પર નહી આવે,
હવે તો સદીઓ વીતી જશે પણ કોઈ પયંગબર નહી આવે,
હવે તો દોસ્તો ભેગા મળી વ્હેંચીને પી નાખો,
જગતનાં ઝેર પીવાને હવે શંકર નહીં આવે ..