Gujarati Quote in Hiku by Ram Gareja

Hiku quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કાનભા મોખીયા ના કસુંબી દુહા||*

જડધરે પિધા ઝેર જરા ન થડક્યો જીવ,એ સમરથ ભોળિયો શિવ, કેવાણો નિલકંઠ કાનભા.(૧)

ચારણ ઝવેરિ જગતનો ચારણ પરખ અપાર, ચારણ શબ્દો સાક્ક્ષાત, મળે ન હાટ બજાર.(૨)

મન મોજી દિલકા બડા,સત્ય વક્તા સરતાજ, કાયમ હુલાશી કાનભા,વો સચ્ચા કવિરાજ.(૩)

આદિ અનાદિ થી અકબંધ,બુલંદ બાંધેલ બંધ,જગતંબ રાખે જાળવી,અમ ચારણ ક્ષત્રિય સબંધ.(૪)

ફોરમ વંતા ફૂલડા. જેમ સો ફેર દિયે સુગંધ.જગતંબ રાખે જાળવી અમ ચારણ ક્ષત્રિય સબંધ.(૫)

મેનત વિણં ન મળે. હુન્નર કરીલે હજાર. કર સાહશ કાનભા. પારકે ન આવે પાર.(૬)

દિલાસા તો ઘણાં દિયે. આખર નઈ કોઈ આધાર. કર સાહશ કાનભા. પારકે ન આવે પાર.(૭)

જન્મ્યું કૈઈક જગતમાં. દેવીયુ ઘણી
દયાળ.પણ હરદમ એ હેતાળ. કુર્પાળી સોનલ કાનભા.(૮)

મોટી બનાવી માળા તાકે આપન તન.એ મણકા ગણતું મન.કરે છું ભક્તિ કાનભા.(૯)

ભભકતા પે રે ભગવા. રાતા ગળે રૂમાલ. એ કાબા તણા કમાલ.કોકજ જાણે કાનભા.(૧૦)

માણસ જોઈ મલકીયે. હાલતાં ન કરિએ હાથ. ડુબતા બાથુ ન ભરીએ દોનો ડુબિએ સાથ.(૧૧)

ડુબતા દેખી દોડીએ. ભલે સેટેથી દૈયે સાથ. કાઢીએ જરૂર કાનભા. હુંફેથી પકડી હાથ.(૧૨)

સામટો લગાવી સાબુ. મહળીન કાઢે મેલ.પણ દલમે થર દાબેલ. કમણે કાઢ્યા કાનભા.(૧૩)

ઝુલતો હાલે જંગલમાં. ગાંડો થઈ ગજરાજ. પણ અડિયલ નો સાંભળી અવાજ. કાંપે ફિસું કાનભા.(૧૪)

તરંગ વધે તોફાન નાં. દરિયાને સુઝે દાવ.તેદી નોધારી અમ નાવ. સાસવજે માં સોનબાઈ.(૧૫)

ઘાતક વાગતા ઘા.દુખની જડે નઇ દવા. તેદી મોઢે વિચરતા માં.કરે બિઠા કાનભા.(૧૬)

આંખે આવે અંધાપો. કાને સાંભળે ન કાંઇ. તોય ચોરુ શિંતા સદાય. કરતી જનેતા કાનભા.(૧૭)

મજુરીયુ કરે મલકની.તપતા વેઠે તાપ.એ પાલક નાં પ્રતાપ.કિં ભુલાય કાનભા.(૧૮)

યુગો યુગ અવતારી અંબા. અનેક રૂપે તું આઈ.(પણ) બિજ ને દિ બિરાજી તુ બાઈ.અમાણા સંકટ હરવા સોનબાઈ.(૧૯)

કરણી અરઝ કાને ધરી. સુણજે બાળક સાદ. અણ વખત વેલિ આવજે. નાભિથી કરતાં નાદ.(૨૦)

કરણી આ કળિયુગમાં. એક તળો આધાર. મૉર હાલે મેહા તણી.કરવા બેડો પાર.(૨૧)

આવ્ય કોકદી અમ આંગણે. મેમાન થઇ માધવ. પછી જાવા નઇ દવ જાદવ. સ્વર્ગ પાછો શામળા.(૨૨)

પ્રિત વિખુટા પંખીડા. ભલે આઘા ઊડી જાય. પણ વળતાં ઈ વતન માય. કેડા ન ભુલે કાનભા.(૨૩)

નામથી હાકિયે નાવ.ઊંડા દરિયે આઈ. (હવે) બુડવા નો દેતી બાઈ. ચોરુ તળાને સોનબાઈ.(૨૪)

પુર્યો કેહરી પાંજરે. ઘર્યો ન ખાય ઘાસ. એ અડિયલ કરે ન આશ.કુચા કરડવાની કાનભા.(૨૫)

વાટે જતાં વેડે નઈ.વગર વાંક વનરાજ. પણ અહમ્ થી કરતાં અવાજ. કરે ઝપટુ કાનભા.(૨૬)

ધરમ ધિંગાણે ધોડતા. પાછો ન ભરે પાગ.એ લિધો ન મેલે લાગ. કેહર જાયો કાનભા.(૨૭)

પિડાતુ બાળક પંડથી. રિબાતે હૈયે રોઇ. જો જનનીજ સામે ન જોઈ. તો કોણ બેલિ એનું કાનભા.(૨૮)

જાણે વાતું જાગતાં. પોઢ્યા છું પોરહાય.એ સુતાને કંવ સમજાય. મર્મની વાતું મોખીયા.(૨૯)

કિધો કહુંબો કોડથી. ધોબે પિયો ધરાઈ.પણ ખહુરીયુ ખોંખારો ખાય.અમલ રંગ ઊતરી જાય.(૩૦)

મન મોજી દીલકા બડા. બડા નજરકા બાજ.કરે સત્ય વાતુ કાનભા.વો સચ્ચા કવિરાજ.(૩૧)

કૂવે હાલે નઈ કોહ.નદીયે સુકાણા નિર.હવે વરહિ જાને વિર.મન મેલી તું મેહુલા.(૩૨)

મરે પણ માગે નઈ.ખુશામત કરી ન ખાય. કરોડો દેતાં કાનભા.ચારણ ગુણ ગોલાના ન ગાય.(૩૩)

*રચયિતા:-કાનભા ગઢવી (મોખીયા)*

Gujarati Hiku by Ram Gareja : 111756098
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now