પડે છે
સંતાકુકડી ની રમત જીંદગીભર ચાલુ રહે છે,
પહેલા પોતે છુપાતા હવે મનમાં છુપાવવું પડે છે.
અંધકાર દૂર નથી થતો માત્ર સૂરજ ઉગવાથી,
ઊજવાશ મળે તે માટે આંખો ખોલવી પડે છે.
જિંદગીની બંધ બાજી ને જીતવા માટે,
એક પછી એક પાના ખોલવા પડે છે.
હાસ્યની છોળો ને આઝાદી આપવી હોય તો,
આંસુઓને કેદખાનામાં પૂરી રાખવા પડે છે.
ફુલાઈ ગયા બારણા જરા અમથા વરસાદમાં,
એક મેકને મળવા છોલાવુ પડે છે.
બહુ જ સારા વ્યક્તિ હતા,
એટલું સાંભળવા મરવું પડે છે.
ઉર્વશી એચ ત્રિવેદી